મેરિટલ રેપ : હાલના સમયમાં પતિ દ્રારા પત્ની સાથે બળજબરીથી કરવામાં આવતું સેક્સ બળાત્કાર નથી ગણાવામાં આવતું.!
હાલમાં ચર્ચામાં રહેલો મુદ્દો એટલે મેરિટલ રેપ, પણ શું તમને ખબર છે હાલનાં કાયદા મુજબ પત્ની પતિ પર બળાત્કારનો કેસ નથી કરી શકતી કારણ કે, ભારતમાં વૈવાહિક બળાત્કાર નો અર્થ થાય વૈવાહિક બળાત્કાર નિયમ પ્રમાણે ગુનો નથી. એટલે કે જો પતિ તેની સંમતિ વિના તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવે છે તો તે ગુનો માનવામાં આવતો નથી.
આપણાં ભારતીય સમાજમાં લગ્નને બહું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય જ નહીં પણ આખી દુનિયામાં લગ્નનું વિશેષ મહત્વ છે. આપણે ભારતમાં તો લગ્ન એટલે બે પરીવાર વચ્ચેનો સંબંધ, લગ્ન થી પતિ-પત્ની જ નહીં પણ બન્ને પક્ષે આખું પરીવાર જવાબદારીઓ સાથે જોડાય છે. લગ્ન એ એક સામાજિક સંસ્થા છે, અને ખાસ મહત્વ ધરાવે છે, એમાં પણ પતિ-પત્નીનાં શારીરિક સંબંધનો દરેકે દરેક રીતે સ્વીકારમાં આવેલા છે. એકવાર લગ્ન થઈ જાય પછી પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધ થી ઘરના કોઇનેય વાંધો નથી હોતો…….પણ હવે વાત આવે છે બળજબરીની, પત્નીની ઈરછા વિરુદ્ધની, આ બાબત ઘરનાં તો શું કોઇપણ સ્વીકારવા તૈયાર જ ન થાય કે પતિ-પત્ની આવી કોઈ બળજબરી જેવું હોતું હશે.
આપણે ત્યાં તમે વિચારો, જો એક પત્ની ઘરમાં એવું કહે કે એના પતિએ એના પર બળજબરી કરી છે, બળાત્કાર કર્યો છે, ઘરનાં પણ આ વાત સ્વીકારી શકશે? નહીં સ્વીકારે ઉપરથી હંસી ઉડાવશે, આપણે ત્યાં હજી એ સમજ જ નથી વિકસી કે પત્નીના આવાં આરોપ સહજતાથી સ્વીકારી શકે, આપણાં ભારતીય સમાજમાં એવું માનવામાં આવે છે કે, પતિની શારીરિક જરૂરિયાત પુરી કરવી એ તો પત્નીની નૈતિક ફરજ છે, આજનાં સમયમાં પણ મહિલાઓ એની સાથે બનેલી અઘટીત ઘટનાઓ પરીવારમાં કહેતા શરમાય છે અથવા તો ડર લાગે છે એવા સમયે પત્ની પતિ પર બળાત્કારનો આરોપ મુકવાનું વિચારી પણ ન શકે, આપણે ત્યાં જાહેરમાં સેક્સ વિશે ચર્ચા કરવી એજ જાણે કે બહું મોટો ગૂન્હો હોય એ રીતે જોવામાં આવે છે એમાંય જો કોઈ મહિલા સેક્સ વિશે ચર્ચા કરે કે બોલે તો પછી સીધું એના ચરિત્ર પર સવાલ થાય……આવા સમયે સંબંધો બગાડવાની વાત, હોય કે બાળકોની ચિંતા હોય કે પછી સંબંધો અને પરીવાર સાચવી લેવા માટે ઘણી બધી પત્નીઓ બિલકુલ સરન્ડર થઈ જાય છે એ પણ સત્ય છે, પત્ની પોતે જ એવું વિચારી લે છે કે, એના શરીર પર એના પતિનો સંપુર્ણ અધિકાર છે, અને એ ઈરછે ત્યારે એનો પતિ ઉપયોગ કરી શકે છે, સામે મોટાભાગના પુરુષો પણ પત્નીને ઉપભોગ નું સાધન જ સમજે છે. એમાં પણ મોટાભાગના ઘરોમાં પતિ કમાતો હોય ને પત્ની ઘરે જ રહેતી હોય એવા સમયે તો પત્ની પતિ પર જ ડિપેન્ડ હોય છે ત્યારે તો આ બધું મુંગા મોઢે સહન કરવાં સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. હાલ આ બધી વાતો કરવાની જ ન હોય આપણે સહું આ બધું જાણીએ જ છીએ……..
હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં આ બાબતે એક કેસ ચાલી રહ્યો હતો એ મામલે બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી પરંતુ બે જજોએ અલગ અલગ મત દર્શાવતા આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં ગયો છે. આ કેસની સુનાવણી વખતે પહેલા જજ રાજીવ શકધરે એવું કહ્યું કે કાનૂની રીતે તો એક સેક્સ વર્કરને પણ ના કહેવાનો અધિકાર છે પરંતુ એક પરણિત મહિલા પાસે આવો કોઈ હક નથી. જસ્ટિસ શકધર મેરિટલ રેપને ગુનો ગણવાના પક્ષમાં છે. જ્યારે બીજા જસ્ટિસ હરિશંકર મેરિટલ રેપને ગુના ગણવાની વિરૃદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટ હવે એ વાતની સમીક્ષા કરશે કે શું પત્ની પોતાના પતિ પર બળાત્કારનો કેસ કરી શકે છે. એટલે કે શું પતિને પોતાની પત્ની પર બળજબરી કરવાનો અધિકાર છે? હાલના કાયદા મુજબ પત્ની પોતાના પતિ પર બળાત્કારનો કેસ કરી શકતી નથી. પુરુષને પોતાની મરજીથી પત્ની સાથે સંબંધ રાખવાનો અધિકાર છે. વૈવાહિક બળાત્કાર એટલે કે લગ્ન જીવનમાં બળજબરીથી સેક્સ કરવું એ ગુનો માનવામાં આવતો નથી. તેને ગુનાની શ્રેણીમાં લાવવા માટે અનેક મહિલા સંગઠનો વર્ષોથી માંગ કરી રહ્યા છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.
વધુમાં કેટલીક બાબતો જોઈએ તો, જો કોઈ પણ પુરૂષ કોઈપણ મહિલાની ઈચ્છા વિરુદ્ધ અથવા તેની સંમતિ વિના શારીરિક સંબંધ બનાવે છે તો તેને બળાત્કાર ગણવામાં આવશે. ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 375 જણાવે છે કે જો કોઈ વ્યક્તિ સ્ત્રીની ઇચ્છા વિના શારીરિક સંબંધ બાંધે છે, સંમતિ વિના સંબંધ રાખે છે, સ્ત્રીને કોઈ ડર કે નુકસાન બતાવીને સંબંધ બાંધે છે તો તેને બળાત્કાર ગણવામાં આવશે. , જો સ્ત્રીની માનસિક અથવા શારીરિક સ્થિતિ સારી ન હોય અને 16 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હોય તો, લગ્ન અથવા અન્ય કોઈ જાતીય સંભોગ.11 ઓક્ટોબર 2017ના રોજ વૈવાહિક બળાત્કાર પર મહત્વનો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે બનેલા શારીરિક સંબંધોને પણ ગુનો ગણવામાં આવશે. જો પત્ની એક વર્ષની અંદર ફરિયાદ નોંધાવે. IPCની કલમ 375 બળાત્કારની વ્યાખ્યા કરે છે. આ અંતર્ગત એવી જોગવાઈ છે કે જો પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે તો પતિને બળાત્કારના ગુનામાંથી મુક્તિ મળે છે. જોકે, પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ…….