About Us

Thinkera એ લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારત્વમાં સ્વતંત્ર પત્રકારત્વ માટે કામ કરતું એક નાનકડું પ્લેટફોર્મ છે. જે સમાચારોની દુનિયામાં વિવેચક અને અણધાર્યા મંતવ્યોનું અનાવરણ કરે છે.
અમે સમાચારોની દુનિયામાં દરેક મુદ્દા અને ભારતના બંધારણમાં મળતા અભિવ્યક્તિના અધિકારથી સામાન્ય વ્યક્તિથી માંડીને જે તે ક્ષેત્રના તજ્જ્ઞોના અભિપ્રાયોનું અનાવરણ કરે છે.

અમારા આ પ્લેટફોર્મમાં દર્શાવાતા સમાચાર નીચેની કેટેગરીઓ અનુસાર છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર માટે વર્તમાન બાબતો.

મનોરંજનની કેટેગરીમાં, અમે ફિલ્મો, સંગીતના મથાળા હેઠળ ગીતો, વેબ સિરીઝ, સિરીયલો, બોલીવુડ, હોલીવુડ, ઢોલીવુડ, ટેલિવિઝન તેમજ ઓટીટી પ્લેટફોર્મનાં અપડેટ્સને આવરી લઈએ છીએ.

રાજકારણ એ દેશના જુદા જુદા ક્ષેત્રોના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આ કેટેગરી હેઠળ અમે અભિપ્રાય, ચૂંટણીઓ, સત્ય તેમજ નાગરિકો માટે જારી કરેલી દરેક બાબતોને આવરી લેવાનો પ્રયાસ કરીએ છીએ.

વ્યવસાયમાં, અમે કંપનીઓની માહિતી, વ્યવસાયના વિવિધ પરિબળો, સ્ટોકના નવા અપડેટ્સ, ભાગીદારી તેમજ સરકાર તરફથી વ્યવસાય તથા નાણાંકીય ક્ષેત્રને લઈને આપવામાં આવતી બધી બાબતો સચોટ રીતે આપ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.

રમતજગતની કેટેગરી એવા વાચકો માટે છે જે હંમેશાં તેમની પ્રિય રમતો અને તેમની પસંદગીની ટીમો તેમજ મનપસંદ રમતજગત સાથે સંકળાયેલ વ્યક્તિનાઅપડેટ્સની રાહ જોતા હોય છે.

ગેજેટ્સ એ સ્માર્ટફોન, કમ્પ્યુટર સ્પેર્પાર્ટ્સ, નવી તકનીકી અપડેટ્સ, ગેજેટના નવા નુસકાઓ સાથે ટીપ્સ અને ટ્રીક્સ જેવા અપડેટ્સ માટેની કેટેગરી છે.